Thursday, September 5, 2013

Samsung’s Galaxy Gear Is Here And Better Than Expected

Source:  Tech Crunch

The first time I caught wind of the Galaxy Gear, I laughed heartily. Of course Samsung was trying to make a smartwatch — what haven’t they tried to make over the past few years? It didn’t help that some preliminary reports may have done more harm than good for the Gear’s early reputation. Needless to say, I wasn’t expecting much.
But now, after spending a little time with one on my wrist, I’m convinced. I was wrong… but not entirely.
Credit where credit is due, Samsung knows how to put a gadget together. I was initially wary of the size, mostly because those leaked images from this weekend pointed to a totally gargantuan device that didn’t actually seem fit for human consumption. But, between the plastic wristband and a surprisingly light main body, I could easily imagine myself forgetting I was even wearing a Gear. It’s definitely heavier than my Pebble, but not nearly enough for me to complain about the difference. Rest easy, folks, your wrists will be well-tended to.
Still, the Gear is hardly the sleekest thing you’ll see on store shelves — its aesthetics have more in common with those bulky sports watches than something you’d wear to a nice dinner, a sense of style that only gets reinforced by the built-in pedometer and readily available fitness apps (but more on them later). It’s also worth noting that the camera jutting out of the Gear’s band looks ridiculous on certain colored devices, but it’s just a fashion risk you’re going to have to take if you want to be able to boss your phone around from your wrist.
And that 1.63-inch AMOLED screen is no slouch, either. It’s sufficiently readable under harsh event lighting, and that 300×300 panel is perfectly serviceable. Speaking of serviceable, the 1.9-megapixel camera seemed to work just fine — you snap commemorative shots by tapping the screen — but I wouldn’t hold out much hope for quality once you get them off the Gear.
gearhandson1
There’s still the whole battery thing to worry about, too, though. Samsung says people can get about a day’s worth of “regular use” out of the thing, but no one I’ve spoken to has been able to give me a firm idea of what “regular use” actually means, and I spotted at least one dead Gear during that post-event scrum. Hopefully Samsung had the forethought to under-promise and over-deliver on that front or else this font of positivity will dry up real quick.
But, as always, hardware is only a part of the equation. Right now, the Galaxy Gear’s software is simultaneously its biggest liability and its greatest advantage.
For one, it’s sort of difficult to use. Navigating the Gear is all based around swipes and taps, and the units I messed around with didn’t always seem capable of keeping up with my commands. Transitions between pages could be sluggish and jerky unless you made it a point to move really slowly. S Voice too was similarly jerky, though in fairness we were in a crowded room full of gadget nerds clamoring for a turn with the thing. And, perhaps most troubling, the Gear didn’t always fire up that screen when I lifted my arm to peer at it.

I was ready to completely dismiss the Galaxy Gear as a fool’s errand

So yes, Samsung still has plenty of fine-tuning to do, and I’m willing to forgive some pre-release hiccups as long as they get sorted out before launch. So why the praise then? Because Samsung managed to coax more than a few developers into creating simplified versions of their apps for the Gear. There are the usual suspects like RunKeeper (which keeps a running tally of your time, among other things), and more curious fare like Path (which lets you create new moments for your feed instantly) and Vivino (I wish I had a wine bottle around to scan).
Samsung says it’ll have about 70 such apps ready in time for the Gear’s launch, but prolonged developer support is what’s ultimately going to make or break the Gear as a platform. But wouldn’t you know it, there’s a caveat there, too. You can only have 10 apps loaded onto the Gear at any one time, which is much more of a hassle than it seems.
I was ready to completely dismiss the Galaxy Gear as a fool’s errand, a knee-jerk reaction to some persistent rumors made by a company that sometimes seems to have more money than sense. And even now, I’m not completely convinced that Samsung is on the right track. Limiting compatibility to a single device (even one that’s probably going to sell in ridiculous quantities) seems awfully problematic given Samsung’s generally slow record for software updates.
But having said all that, I really think Samsung is onto something here. For the briefest of moments while playing with the Gear, I felt a pang of jealousy. My Pebble is pretty damned basic by smartwatch standards, and I thought what limited functionality it brought to the table was plenty for me. But now I can have a package that does much, much, much more for a negligible increase in weight. How is a strident dork like me supposed to pass that up? I probably can’t.
The bigger question is whether regular people latch onto this thing the way Samsung is hoping it does. For a gadget that, in exchange for $299, lets them accomplish a fraction of what they could if they had just pulled their phones out of their pockets? We’ll see.

 

Friday, July 9, 2010

ઉફ્ફ! ક્યાંય મજા નથી આવતી!

યાર, બહુ કંટાળો આવે છે! ક્યાંય મજા નથી આવતી! સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યું હી તમામ હોતી હૈ! રોજ એક જ સરખું કામ કરીને ત્રાસ થાય છે... આવાં વાક્યો આજકાલ બહુ સાંભળવા મળે છે. બધાને લાઈફ ‘બોરિંગ’ લાગે છે!

એવું લાગે છે કે બધું જ બહુ રૂટિન થઈ ગયું છે! રવિવાર આવે ત્યારે એક દિવસ થોડીક હાશ લાગે છે અને સોમવારથી બધું પાછું હતું એનું એ જ! લાઈફમાં થ્રિલ જેવું કંઈ ફિલ જ નથી થતું! જિંદગી થોડીક તો ‘રા‹કિંગ’ હોવી જ જોઈએ ને? ગોલ, ટાર્ગેટ, અચિવમેન્ટ, કરિયર અને આવું બધું... આખો દિવસ દોડતાં જ રહેવાનું? રાત પડે એટલે પથારીમાં ભફ્ફ દઈને પડવાનું અને સવારે પાછી જિંદગીની રેસમાં દોડવા માંડવાનું! આ તે કંઈ લાઈફ છે?

તાજેતરમાં થયેલા એક આંતરરાષ્ટ્રીય સર્વેમાં મોટા ભાગના લોકોએ કબૂલ્યું કે મજા નથી આવતી. પુરુષોનું કહેવું હતું કે રોજ એનું એ જ કામ કરવામાં કોઇ સારા વિચાર જ નથી આવતા. એમ થાય છે કે હમણાં સવાર પડશે અને પાછું બધું એનું એ જ ચાલુ થઈ જશે! મહિલાઓની હાલત પણ સરખી જ છે! હાઉસ વાઈફ મહિલાઓનું કહેવું હતું કે રોજે રોજ ઘરનું એક સરખું જ કામ! કેટલીક મહિલાઓએ તો ત્યાં સુધી કહ્યું કે અમારી હાલત તો વધુ કફોડી થાય છે. કારણકે પતિ અને સંતાનો ઘરે આવીને તેનું ફસ્ટ્રેશન અમારા ઉપર ઉતારે છે! લોકોનું ફ્રસ્ટ્રેશન લેવલ દિવસેને દિવસે ઊંચું જતું જાય છે. બધા લોકો વાત વાતમાં ‘ઈરિટેટ’ થઈ જાય છે. બધા જ લોકો કોઈ અજાણ્યા અને વિચિત્ર ટેન્શનમાં જીવે છે!

તમને આવું કંઈ થાય છે? જો જવાબ ‘હા’ હોય તો સાવધાન! આંખો બંધ કરીને તમારી જાતને કહો કે, રિલેકસ યાર! નાહક અપસેટ ન થા! મારી સાથે જે થઈ રહ્યું છે એ તો ‘પાર્ટ ઓફ લાઈફ’ છે. બધા જ સાથે આવું થાય છે! એમાં હતાશ કે ઉદાસ થવાની કોઈ જરૂર નથી! ચલો, કંઈક ગમે અને મજા આવે એવું કરીએ... અલબત્ત, આપણે અપસેટ હોઈએ ત્યારે આવા વિચાર પણ નથી આવતા! એટલે જ આવું થતું હોય તો ‘એલર્ટ’ થવાની જરૂર છે!

આવું થતું હોય તો સાવ સીધો અને સરળ રસ્તો એ છે કે, દિલને ટાઢક થાય અને જીવને રાહત થાય એવું કંઈક કરવું! જે લોકોને કંઈક શોખ છે એ લોકોને બહુ વાંધો આવતો નથી પણ અત્યારની હાલત તો એ છે કે લોકો પાસે પોતાનો શોખ સંતોષવાની ફુરસદ પણ ક્યાં છે? માણસે પોતાના માટે સમય કાઢીને પ્રયત્નપૂર્વક કંઈક ગમતું અને મજા આવે એવું કરવું જોઈએ. તમે નક્કી કરો કે તમને શેનાથી ‘રિલેક્સ’ ફિલ થાય છે? વહેલી સવારે કે સમી સાંજે બગીચામાં ચાલવા જવાથી મજા આવે છે? તો એવું કરો.

કોઈ ગીત કે ગઝલ સાંભળવાથી દિલ ડોલવા લાગે છે? ધેન ટ્રાય ઈટ, યાર! દરિયાની ભીની રેતીમાં ખુલ્લા પગે ચાલવાથી દિલને ટાઢક થાય છે? કોઈ મિત્ર સાથે પાનના ગલ્લે કે ચાની લારીએ જઈ ગપ્પાં મારવાનું ગમે છે? વરસતા વરસાદમાં લોંગ ડ્રાઈવ પર જવામાં જલસો પડે છે? આપણને મજા આવે એવું ઘણું બધું હોય છે પણ જ્યાં સુધી એ કરીએ નહીં ત્યાં સુધી મજા ક્યાંથી આવવાની?

ડિપ્રેશનની સૌથી પહેલી શરૂઆત મજા નથી આવતી, ક્યાંય ગમતું નથી એવા વિચારથી જ થાય છે! માણસને આવું થાય છે છતાં એ ક્યારેય પોતાને ગમે એવું કંઇક કરવા વિશે વિચારતો નથી. હતાશા કે ઉદાસી પહેલાં બહુ પાતળી હોય છે પણ જો એને વહેલી તકે ખંખેરી ન નાખીએ તો એ ઘટ્ટ થતી જાય છે. સમસ્યા સહેલી હોય ત્યાં જ એને ઉકેલી નાખો કારણ કે જો એ અઘરી થઈ જશે તો એમાંથી નીકળવું આકરું થઈ પડશે.

માણસે પોતાનામાં રહેલી ‘સેન્સ ઓફ હ્યુમર’ને જીવતી રાખવાની હોય છે. ઉદાસ હોઈએ ત્યારે નિરાશ વ્યક્તિને મળવાનું ટાળવું જોઈએ. આપણાં સર્કલમાં સદાયે મસ્ત રહેતા હેપ્પી ગો લકી કિસમના ઘણાં લોકો હોય છે, એવા લોકોને મળવું જેની સાથે તમને હળવાશ લાગે. કેટલાં લોકો એસએમએસમાં આવતા જોક વાંચીને ખડખડાટ હસે છે? માણસ જોક વાંચીને જરાક મોઢું મલકાવી અને ક્યારેક તો જાણે કંઈ બન્યું જ ન હોય એવી રીતે જોક વાંચી પોતાના વિચારોમાં ચડી જાય છે. મજા આવે એવું કંઈક બને ત્યારે એને ફિલ કરવાની આવડત પણ કેળવવી જોઈએ. મજાને માણતા ન આવડે તો મજા ન જ આવે!

બીજી એક યાદ રાખવા જેવી વાત. આપણને પ્રિય હોય એવી વ્યક્તિ જો જાણે-અજાણે એવું બોલે કે ક્યાંય મજા નથી આવતી અથવા તો કંઈ ગમતું નથી, તો એને ગંભીરતાથી લો. આ વ્યક્તિ ખુશ થાય એવું કંઈક કરો. પોતાની વ્યક્તિની ઉદાસી ઓળખવી એ એને પ્રેમ કરવા જેવું જ કામ છે. તમે કોઈને મજા આવે એવું કંઈક કરી જુઓ, તમને પણ મજા આવશે.

ઉદાસ અને અપસેટ વ્યક્તિને રેઢી ન મૂકો, એવું સમજો કે એને તમારા પ્રેમ, લાગણી, સ્નેહ અને થોડાંક આનંદની અત્યારે સૌથી વધુ જરૂર છે. દરેક માણસ પાસે એટલી ખુશી તો હોય જ છે કે એ બીજાને થોડીક આપી શકે! પોતાની વ્યક્તિ ડિપ્રેશનમાં સરી ન જાય એની સૌથી મોટી જવાબદારી પોતાના વ્યક્તિની જ હોય છે. હૂંફ આપવા માટે થોડાંક શબ્દો અને થોડુંક હાસ્ય જ ઈનફ હોય છે!

છેલ્લો સીન: માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે. - વ્હાઈટ હેડ

Wednesday, June 23, 2010

Life is under no obligation to give what we expect. We take what we get and are thankful it is no worse than it is

Friday, June 11, 2010

[અ] દેવવાણી :
[1] હિતં ન કશ્ચિદ્વિહિતં પરસ્ય દાનં ન દત્તં ન ચ સત્યમુક્તમ્ |
યસ્મિન્દિને નિષ્ફલતાં પ્રયાત: સ એવ કાલ: પરિખેદનસ્ય ||
જે દિવસે બીજા કોઈનું કંઈ પણ હિત ન કર્યું, દાન ન આપ્યું અને સત્ય ન ઉચ્ચાર્યું, તે કાળ નિષ્ફળ ગયો ગણાય તે શોચનીય છે.
[2] સુખં વા યદિ વા દુખં પ્રિયં વા યાદિ વાપ્રિયમ |
પ્રાપ્તં પ્રાપ્તમુપાસીત હદયેનાપરાજિત: ||
પરિસ્થિતિ દુ:ખની હોય કે સુખની, ગમતી હોય કે અણગમતી, હાર્યા થાક્યા વિના પ્રાપ્ત પરિસ્થિતિને હૃદયથી સ્વીકારીને આનંદથી જીવવું.
[3] ષડ દોષ: પુરુષેણેહ હાતવ્યા ભૂતિમિચ્છતા |
નિદ્રા તન્દ્રા ભયં ક્રોધ: આલસ્યં દીર્ઘસૂત્રતા ||
ઉન્નતિચાહક સ્ત્રી-પુરુષે આ છ દોષોને સર્વથા છોડી દેવા. નિદ્રા (વધુ પડતી ઊંઘ), તંદ્રા-સુસ્તી, ભય, ક્રોધ, આળસ અને દીર્ધસૂત્રતા-વિલંબકારિતા. (પંચતંત્ર)
[4] ધૃષ્ટં ધૃષ્ટં પુનરપિ પુનશ્ચંદનમ્ ચારુગન્ધં,
છિન્ન છિન્ન પુનરપિ પુન: સ્વાદુરેવેક્ષુદણ્ડ: |
દગ્ધં દગ્ધં પુનરપિ પુન: કાંચનં કાન્તવર્ણ,
ન પ્રાણાન્તે પ્રકૃતિવિકૃતિજાર્યતે હ્યુત્તનામ્ ||
વારંવાર ઘસવા છતાં ચંદનની આહલાદક સુગંધ જતી નથી. અનેક વાર છેદવા છતાંયે શેરડીનો સાંઠો એની મીઠાશ છોડતો નથી, તે જ રીતે વારંવાર તપાવવા છતાં સુવર્ણ એની સુંદર કાન્તિને જેમની તેમ સાચવે છે; સારાંશ કે, ઉત્તમ મનુષ્યો પોતાના ઉત્તમ ગુણોને વિકૃત થવા દેતા નથી.
[બ] વેદવાણી
[1] દ્યુલોક શાંત હો. પૃથ્વી શાંત હો. (દ્યુલોક અને પૃથ્વીની મધ્યમાં વ્યાપી વળેલું અને તેમને જોડતું) આ મહાન અંતરીક્ષ શાંત હો. સમુદ્ર અને અન્ય જળાશયોમાં જળ શાંત હો અને ઔષધિઓ શાંત હો. પૂર્વ રૂપો (કારણો) શાંત હો, કરેલું અને ન કરેલું યે શાંત થાઓ (ન કરવાનું કર્યું હોય અને કરવા જેવું ન કર્યું હોય તે અશાંતિનું જનક હોવાથી) વર્તમાનમાં મોજૂદ અને ભાવિમાં થનાર શાંત હો, અમારું સર્વ કાંઈ શાંત હો. – અથર્વવેદ
[2] હે પરમાત્મા ! આપ તેજોરૂપ છો, મારામાં તેજ ભરો. આપ વીર્યરૂપ છો, મને વીર્યવાન બનાવો. આપ બલરૂપ છો, મને બળવાન કરો. આપ ઓજસરૂપ છો, મને ઓજસ્વી બનાવો. આપ મન્યુરૂપ છો, મારામાં મન્યુ (અન્યાય પ્રત્યે રોષ) સ્થાપિત કરો. આપ સરૂપ છો, મારામાં સહસ્ (સહનશક્તિ) આપો. – યજુર્વેદ
[3] પરબ્રહ્મના દષ્ટાની નજરમાં બધેય બ્રહ્મનું, પરમ સત્યનું જ દર્શન થાય છે. તેની દષ્ટિમાં સમગ્ર જગત નંદનવન ભાસે છે. બધાં વૃક્ષો કલ્પવૃક્ષો લાગે છે. બધાં જલાશયો ગંગા છે. દરેક ક્રિયા પવિત્ર બની જાય છે. એ સંસ્કૃત બોલે કે અન્ય ભાષા, એ જે બોલે તે વેદ વાક્ય બની જાય છે. અરે ! સમગ્ર ધરતી એના માટે પવિત્ર નગરી વારાણસી બની જાય છે. – શંકરાચાર્ય
[4] અરે મનુષ્યો ! જેમ અનાદિકાળથી સૂર્યાદિ દેવો પરસ્પરનો વિરોધ કર્યા વગર (પ્રેમથી) સમજીને, પોતપોતાનાં કર્તવ્યો બજાવે છે, તેમ જ તમે પણ સમદષ્ટિ ભાવથી પ્રેરિત થઈ, સલાહ સંપ ભરી એકતાથી કાર્યરત બનો, એકમત થાઓ અને સદભાવથી રહો. – ઋગવેદ
[ક] સંતવાણી

[1]
અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ
દાસ મલૂકા યોં કહે, સબકે દાતા રામ (મલૂકદાસ)
[2]
જાતિ ન પૂછો સાધુકી, પૂછિ લિજિએ જ્ઞાન,
મૌલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન
[3]
આતમ અનુભવ જ્ઞાન કી, જો કોઈ પૂછે બાત,
સો ગૂંગા ગુડ ખાઈ કે, કહે કૌન મુખ સ્વાદ (કબીર)
[4]
રહિમન મનહિ લગાય કે, દેખિ લેઉ કિન કોય,
નર કો બસ કરિબો કહા, નારાયન બસ હોય. (રહીમ)
[ડ] લોકવાણી

[1]
દીઠે કરડે કૂતરો, પીઠે કરડે વાઘ,
વિશ્વાસે કરડે વાણિયો, દબાયો કરડે નાગ.
[2]
નમતાને સહુ કો નમે, સહુ કો દે સન્માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન (સ્નેહરશિમ)
[3]
બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ,
આપદ્કાળે જાણીએ, તલમાં કેટલું તેલ.
[4]
ઉજ્જડ ખેડાં ફરી વસે, નિર્ધનિમાં ધની હોય,
ગયાં ન જોબન સાંપડે, મુઆ ન જીવે કોય. (શામળ)
[ગ] જીવનવાણી
[1] આ જગતમાં જે કોઈ ઘટના બને, જે કોઈ વસ્તુ કે વ્યક્તિ મળે તેની પાછળ પૂર્વના સંબંધોનો અદીઠ તંતુ વણાયેલો હોય છે. એટલે આ તંતુ ઉજ્જવળ બને એવો જ પ્રયત્ન કરવો. કોઈ પણ પરિસ્થિતિ અર્થહીન કે હેતુવિહીન ઊભી થતી નથી, તેનું જ્ઞાન અંદર અને બહાર ઉજ્જવળતા આપી રહે છે. એનો પરિચય એ જ પોતાની સાચી પ્રાપ્તિ છે. આ પ્રાપ્તિ માટે સત્સંગ એ સાધન છે. સત્સંગથી સ્વભાવ પલટાય છે અને અંતે સ્વરૂપની પ્રાપ્તિ એ સાધ્ય છે. જીવનમાં આ સત્યને સર્વભાવે ઉપાસવામાં આવે તો જીવન રણસંગ્રામને બદલે આનંદનું લીલાક્ષેત્ર બની જાય. સંતો કહી ગયા છે કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. આ કથન એકદમ સાચું છે, એની સાથે એ પણ એટલું જ સાચું છે કે જે ઈશ્વરને હૃદયમાં રાખે છે તેનાં હૃદયમાં ઈશ્વર નિવાસ કરે છે અને તે ભક્તની ઈચ્છાને પણ પૂર્ણ કરે છે. એટલા માટે ભક્તે સર્વનું કલ્યાણ થાય એવી જ ઈચ્છા રાખવી, તો એ રાગદ્વેષથી મુક્ત થઈ જશે અને ઈશ્વરને સંપૂર્ણપણે પ્રાપ્ત કરશે. મહાકાળના ગહન અંધકારમાં આપણું જીવન તો એકાદ ક્ષણ બળતી થરથરતી મીણબત્તી જેવું છે. એમાં જેટલો પ્રકાશ પાથરી શકીએ એ જીવનની સાર્થકતા. (મકરન્દ દવે)
[2]
અપકાર કરનાર પર એટલો ઉપકાર કરો કે તમને જોતાં જ તેની આંખો શરમથી ઢળી જાય અને એને થાય કે અરે, આની સાથે મેં કેટલો ખરાબ વ્યવહાર કર્યો અને આણે મારી સાથે કેટલી ભલાઈ કરી ! આ તો ઘાત-પ્રત્યાઘાત છે. અપકારનો જો બદલો લેવો જ હોય, તો તે ઉપકારથી લેવો સારો.
તમારા પુણ્યે તમે કોઈના પર ઉપકાર કર્યો હોય તો એને ભૂલી જજો. એમ નહીં કરો તો એ ઉપકારથી તમારો અહંકાર વધશે. અને એક દિવસ એ તમને નીચું જોવડાવશે. અથવા જેના પર તમે ઉપકાર કર્યો છે તે તમારું અપમાન કરે તો તમે દુ:ખી થઈ જશો. તમને ખરાબ લાગે છે તે બીજાના સંબંધમાં ન કરો. સાદી વાત છે. કોઈ આપણને ગાળ દે તો આપણને કેવું લાગશે ? ખરાબ લાગશે ને ? તો આપણે બીજાનું અપમાન ન કરીએ. (રણછોડદાસજી મહારાજ)
[ઘ] શિક્ષણવાણી
[1]
ગુમાઈ છે ! ગુમાઈ છે ! ગુમાઈ છે !
કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી,
સંચાલકો અને માતાપિતાની બેદરકારીને કારણે
પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે,
ગુજરાતી વાંચતી-લખતી એક આખી પેઢી.
નિશાની છે : ‘કાનુડાએ કોની મટુકી ફોડી’ એમ પૂછો
તો કહેશે “જેક એન્ડ જીલ”ની.
ગોતીને પાછી લાવનાર માટે ઈનામ – એકેય નથી.
કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે ! (ઉદયન ઠક્કર)
[2]
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે શિક્ષણ એટલે શાળાની ચાર દીવાલો વચ્ચે ભણનાર અને ભણાવનાર વચ્ચે જે પ્રકિયા ચાલી રહી છે તે. શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે. વાલીઓ પણ એવું જ માને કે અમે અમારાં બાળકોને ભણવા મોકલી રહ્યાં છીએ અને બાળકો શાળા કે કૉલેજમાં ભણી રહ્યાં છે પણ આ એક મોટી ગેરસમજ છે. શિક્ષણ ક્ષેત્રે જાત જાતની ગેરસમજો અને ભાત ભાતની અવળી પ્રક્રિયાઓ ચાલી રહી છે. શ્રી અરવિંદે કેળવણી અંગે વાત કરતાં કેળવણીના કેટલાક સિદ્ધાન્તો આપેલા. તેમણે કહેલું કે સાચી કેળવણીનો પ્રથમ સિદ્ધાંત એ છે કે ‘કોઈને કોઈ પણ વસ્તુ શીખવી શકાતી નથી.’ બીજા શબ્દોમાં કહીએ તો કોઈ કોઈને ભણાવી શકતું નથી. શિક્ષક એ કોઈ માહિતી આપનારું યંત્ર કે મુકાદમ નથી. શ્રી અરવિંદે ખૂબ મહત્વની વાત કરી છે કે ‘શિક્ષક તો વિદ્યાર્થીનો સહાયક અને માર્ગદર્શક છે – શિક્ષકે વિદ્યાર્થી ઉપર કોઈ વસ્તુઓ લાદવાની નથી પણ તેની આગળ તે મૂકવાની છે. ખરેખર તો શિક્ષક વિદ્યાર્થીના મનને તૈયાર કરવાનું કામ કરતો જ નથી. પણ વિદ્યાર્થીને જ્ઞાન મેળવવા માટે જ કરણ મળેલાં છે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે જ બતાવે છે.’ આમ શિક્ષકનું કામ વિદ્યાર્થીના માર્ગદર્શકનું છે, તેના સહાયક અને પ્રોત્સાહકનું છે. આપણે તો એમ જ માની રહ્યા છીએ કે શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપે છે. પણ આ ભૂલ છે. હકીકતમાં દરેક વ્યક્તિમાં જ્ઞાન-સમજ મેળવવાની અગાધ ક્ષમતા છે. વિદ્યાર્થી નાનો હોય કે મોટો હોય પણ તેનામાં આ ક્ષમતા પડેલી જ છે. આવી ક્ષમતા હોવી તેના માટે સહજ છે. જન્મગત છે. શિક્ષકનું કાર્ય તો આ ક્ષમતા કેવી રીતે ખીલવી શકાય, તેટલું જ શીખવવાનું કે કરવાનું છે. જો આટલું થયું તો પછી વિદ્યાર્થી પોતાની રીતે જ્ઞાનના સાગર પર લહેરથી નૌકા હંકારી શકશે. આપણે ફરીથી એ વાત ઘૂંટી દઈએ કે શિક્ષક એ માર્ગદર્શક અને સહાયક છે. તે કશું શીખવી શકતો નથી. તે તો કેવી રીતે શીખી શકાય તે રસ્તો જ બતાવે છે. આટલી વાત સમજીશું તો શિક્ષણ પ્રક્રિયા સવળી થશે અને વિદ્યાર્થી વિશેષ જ્ઞાનવાન, પ્રજ્ઞાવાન થશે. (રમેશ સંઘવી)

Monday, May 3, 2010

ક્ષણે ક્ષણે સૂર્યોદય
Gunvant Shah
ઘડિયાળના સેકન્ડ કાંટાને ઘ્યાનસ્થ ચિત્તે નિહાળવામાં આવે તો ચમત્કાર થઇ શકે છે. એ કાંટો સાક્ષાત્ કાળચક્રનો દેવદૂત છે. જીવનમાં વહી જતો ક્ષણપ્રવાહ કદી અટકવાનો નથી. જે ક્ષણે માણસ જાગી જાય તે ક્ષણે સૂર્યોદય! જ્ઞાનદીક્ષા એ જ પ્રકાશદીક્ષા અને એ જ આનંદદીક્ષા!


આજનો સૂર્યોદય નવા ઉન્મેષનો અને નવા જીવનનો સૂર્યોદય બની જાય એ શકય છે. સૂર્ય કેવળ ટેવને કારણે નથી ઊગતો. સૂર્ય કદી પોતાની ફરજ પૂરી કરવા નથી ઊગતો. એ તો ચોવીસે કલાકની પ્રત્યેક ક્ષણે કયાંક ને કયાંક ઊગતો દેખાય છે. સૂર્ય કદી ઊગતો નથી અને વળી આથમતો પણ નથી. પૃથ્વી પર જીવનારા મનુષ્યની આંખે એ ઊગતો કે આથમતો દેખાય છે. સૂર્ય પૂર્વ અને પશ્વિમથી પર છે. હજી સુધી કયારેય એની નજરે અંધારું ચડ્યું નથી. અંધારું કે અજવાળું એ પૃથ્વીય ઘટનાઓ છે. સૂર્યનું હોવું એટલે જ પ્રકાશનું હોવું, ઉષ્ણતાનું હોવું અને ઊર્જાનું હોવું. ઉપનિષદના ઋષિએ કહ્યું : ‘સૂર્ય તો કાળની યોનિ છે (સૂર્યોયોનિ: કાલસ્ય).’


જીવન એટલે ક્ષણપ્રવાહ અને ઘટનાપ્રવાહ-વાતવાતમાં માણસ કહી દે છે : ‘હું હજી જીવતો છું.’ આના જેવી મોટી ડંફાસ બીજી કઇ હોઇ શકે? જેઓ પૂરી સભાનતા સાથે જીવતા હોવાનો દાવો કરી શકે એવા પ્રબુદ્ધ માણસોને ‘જાગતા નર’ કહ્યા છે. મનુષ્યને માથે કેવળ એક જ જવાબદારી મૂકવામાં આવી છે અને તે છે : ‘જાગતા રહેવાની જવાબદારી.’ બીજી બધી જ જવાબદારીઓ તો કેવળ વિગતો છે.


જાગતા રહેવું એટલે ક્ષણપ્રવાહને અને ઘટનાપ્રવાહને સાક્ષીભાવે નીરખતા રહેવું. લોકો જેને પ્રાર્થના કહે છે તે કદાચ આ જ છે. પ્રાર્થના એટલે નીરખવું, પરખવું અને પામવું. જીવનનું સૌથી મહત્ત્વનું કામ એક જ છે અને તે વહી જતી ક્ષણને નીરખવાનું કામ.સતત વહી જતી ક્ષણને કદી નિરાંત નથી હોતી.


જ્યારે વિસામો લેવાનું મન થાયત્યારે કો’ક વિયોગિનીના ગાલ પરઅટકી ગયેલા અશ્રુબિંદુમાંએનો મુકામ હોય છે.આંખની કીકીમાં આકાશનો માળોને આંસુના ટીપામાં સાગરનો ઉછાળો!સૂર્યના પ્રત્યેક કિરણનો યાત્રાપથસમયના પાદર પરથી પસાર થાય છે. એ પાદર પર બે વૃક્ષો ઊભાં છે :એકનું નામ અનંત, બીજાનું નામ અનાદિ.આપણું હોવું એટલે જઅસ્તિત્વની અફવાનું હોવું!આપણું ન હોવું એટલે જમૃગજળનું ન હોવું!


અવકાશ અનંત છે. સમય અનાદિ છે. હવે સંકુચિત બનવા માટેનું બહાનું ક્યાં રહ્યું? બુલબુલને જ્યારે બાગ નાનો પડે ત્યારે એ ઉયનનો આનંદ ચાખી લે છે. હજી સુધી કોઇ ઊડતી સમડીને આકાશ નાનું પડ્યું નથી. ગમે તેટલી મોટી માછલીને પણ મહાસાગર નાનો નથી પડતો. માણસને ક્યારેક પરિવાર નાનો પડે, પરંતુ પ્રેમનું અમૃતબિંદુ નાનું ન પડે.


હિંસા સંકુચિત હોઇ શકે, પરંતુ અહિંસા તો વિશ્વવ્યાપી અને સર્વવ્યાપી જ હોવાની! અસત્ય સીમિત હોઇ શકે છે, પરંતુ સત્યને તો નિ:સીમનો જ સથવારો! દોષ ટકી શકે તે માટે સંકુચિત હોવું જરૂરી છે. વિશાળતામાં બધા દોષો ઓગળી જાય છે. જંગલ વિશાળ હોય છે, પરંતુ વાડ રચાય ત્યારે જંગલની નિર્દોષતા ખતમ થાય છે. ઇર્ષ્યા કરવી હોય તો સંકુચિત બન્યા સિવાય છૂટકો જ નથી. સંકુચિતતા ખરી પડે ત્યારે સાધુતા આપોઆપ ઊગે છે. સાધુ હોવું એટલે જ વિશાળ હોવું. વિશાળ હોવું એટલે જ નર્મિળ હોવું. આકાશ સ્વભાવે સ્વચ્છ હોય છે. ગંદકી તો ખાબોચિયાની મંથરા છે.


સંકુચિતતા માણસના અંધાપાનું જ બીજું નામ છે. માણસને પોતાનો અંધાપો પણ વહાલો લાગે છે. ડુક્કરને ઉકરડાની માયા લાગી જાય છે. સ્વામી આનંદ માયાને ‘કિરતારની કારભારણ’ કહે છે. બુલબુલનો માળો રચાય છે અને રોળાય છે. પુષ્પ ખીલે છે અને ખરે છે. સૂર્ય ઊગે છે અને આથમે છે. ચંદ્ર વધે છે અને ઘટે છે. બધું અનિત્ય છે અને જે નિત્ય છે તેની ભાળ મળતી નથી. મહાકવિ ભવભૂતિએ ભગવાન શંકરને ‘કાલપ્રિયનાથ’ કહ્યા છે. પ્રતિક્ષણ બાજી પલટાતી રહે છે.


આનંદની શોધમાં આયખું વીતી જાય છે. આજનો સૂર્યોદય અનોખો જણાય છે. ઘરના બાગમાં લીલાં તૃણની સભામાં લીલી મેદની જામી છે. ઝાકળભીનાં બધાં તૃણને હું મારું મૌન પહોંચાડતો રહું છું. પુષ્પો સાથે સત્સંગ થતો રહે છે. કલાકોના કલાકો વૃક્ષોની વચાળે વીતે ત્યારે નવરાઇ અને વનરાઇ વચ્ચે ગુફતેગો થતી રહે છે.


સંબંધના પુષ્પત્વને પ્રેમ કહે છે. માનવસંબંધોની ભાત નીરખવા જેવી હોય છે. કેટલાક સંબંધો ગુલમહોરિયા અને ગરમાળિયા હોય છે. એ સંબંધો ભર ઉનાળે આંખને ટાઢક અને જીવનને રંગદીક્ષા આપનારા છે. કેટલાક સંબંધો બોગનવેલિયા હોય છે, સુગંધ નહીં પણ શોભા વધારનારા! કેટલાક સંબંધો બાવળિયા હોય છે, લીલા તોય કાંટાળા! કેટલાક સંબંધો વડલાની શીળી છાયા જેવા ઉપકારક, તો કેટલાક સંબંધો લીમડા જેવા ગુણકારક! કેટલાક સંબંધો વસંતમાં ખીલેલી આમ્રમંજરી જેવા, તો કેટલાક પારિજાત જેવા સુવાસયુક્ત!


કેટલાક સંબંધો ગુલાબી, તો કેટલાક મોગરાની મહેક જેવા! કેટલાક સંબંધો ઓફિસ ફ્લાવર્સ જેવા, સવારે ખીલે ને સાંજે બિડાઇ જાય! માણસ એક સાચા સંબંધની શોધમાં આખું આયખું ખર્ચી નાખે છે. એવા દર્દમંદ માણસને ચીનની કહેવત આશ્વાસન આપનારી છે : ‘તમારા હૃદયમાં એક વૃક્ષ સાચવી રાખો, કદાચ કોઇ ગાતું પંખી આવી પણ ચડે!’


ઘડિયાળના સેકન્ડ કાંટાને ઘ્યાનસ્થ ચિત્તે નિહાળવામાં આવે તો ચમત્કાર થઇ શકે છે. એ કાંટો સાક્ષાત્ કાળચક્રનો દેવદૂત છે. તા.૩૧-૧૨-૧૯૯૯ની રાતે વીસમી સદીના છેલ્લા કલાકે હું જાગતો બેઠો હતો. કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું હતું. ટીવી પર શબ્દો સંભળાતા હતા. હવે નવી શતાબ્દી અને નવી સહસ્રાબ્દી શરૂ થવાને માત્ર એક જ મિનિટ બાકી છે. અરે! હવે તો બસ ત્રીસ સેકન્ડમાં જ ૨૦૦૦નું વર્ષ શરૂ! બરાબર બાર વાગ્યા ત્યાં તો નવી મિનિટ, નવો કલાક અને નવો દિવસ, નવી સદી અને નવી સહસ્રાબ્દી શરૂ! મુંબઇમાં લોકો પાગલ બન્યા હતા.


ઘડિયાળ ખડખડાટ હસી પડી ત્યારે માણસ બોલ્યો : ‘બારના ટકોરા થયા.’ લોકો ધેલા થયા હતા. કોઇ ખાસ સ્થળે નવી સહસ્રાબ્દીના પ્રથમ સૂર્યોદયનું પ્રથમ કિરણ પહોંચવાનું છે એવું જાણીને એ કિરણનું અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. લોકો ધેલા થવાની એક પણ તક જતી કરવા તૈયાર નથી હોતા. એમ કરવામાં એક લાભ છે. ધેલા થયા પછી વિચારવાની જરૂરત નથી રહેતી. સૂર્યને પ્રથમ કિરણ, પ્રથમ સેકન્ડ, પ્રથમ મિનિટ, પ્રથમ કલાક અને પ્રથમ દિવસ નવી સદી કે નવ સહસ્રાબ્દી સાથે તે વળી શી લેવાદેવા?


અગ્નિની શોધને કારણે સૂર્યની તેજોમય કરુણા હાથવગી બની રહી. સૂર્ય તો ઘણો દૂર, પરંતુ સૂર્યનો સેવક અગ્નિ મનુષ્યને મદદ કરવા સમીપ આવી પહોંરયો. અગ્નિક્રાંતિનું અભિવાદન વેદના ઋષિએ કર્યું અને કહ્યું : ‘અગ્નિ: વૈ પ્રાણ: અગ્નિ: વૈ ભર્ગ: અગ્નિ: વૈ મહાન્ અગ્નિ: વૈ વરણ્યમ્ ’ અગ્નિથી અણુબોંબ સુધીની યાત્રાનો ઇતિહાસ ભવ્ય છે અને અભવ્ય પણ છે. પ્રથમ માનવસર્જિત તણખો જાદુ કરી ગયો.


એ તણખો તારક હતો અને મારક પણ હતો. આપણાં ઉપકરણ બદલાણાં, પરંતુ અંત:કરણ ન બદલાણાં! નવી સહસ્રાબ્દી (મિલેનિયમ) શરૂ થઇ, પણ મનુષ્ય જૂનો જ રહ્યો! યંત્ર જડ છે, પરંતુ હવે તે ચેતનાને ચાળા પાડતું થયું છે. ઘડિયાળના સેકન્ડ કાંટાને આપણી સમગ્ર ચેતનાને એકઠી કરીને નિહાળવાનો છે. જાતને વારંવાર પૂછવાનું છે : ‘હું જીવું છું એ વાતનો કોઇ દાર્શનિક કે સાંયોગિક પુરાવો ખરો?


જીવનમાં વહી જતો ક્ષણપ્રવાહ કદી અટકવાનો નથી. જે ક્ષણે માણસ જાગી જાય તે ક્ષણે સૂર્યોદય! જ્ઞાનદીક્ષા એ જ પ્રકાશદીક્ષા અને એ જ આનંદદીક્ષા! પંખીઓ રોજ સવારે કલરવ કરે છે. બરાબર તે જ સમયે કેટલાક માણસો બગાસું ખાય છે. એક બગાસું બરાબર કેટલી સેકન્ડ!


પાઘડીનો વળ છેડે


મનુષ્યમાં મારી જે શ્રદ્ધા છે,
તે સિવાયની બીજી કોઇ આસ્થાની
જરૂર મને લાગતી નથી.
આ પૃથ્વીની અજાયબીમાં
અને પૃથ્વી પર પાંગરેલા જીવનમાં,
હું એટલી તો લીન બની ગઇ છું
કે સ્વર્ગનો અને સ્વર્ગના ફિરસ્તાઓનો
વિચાર પણ કરી શકતી નથી.


-પર્લ બક

Sunday, May 2, 2010

કેતન મારવાડી : મુઠ્ઠી ઊંચેરા ગુજરાતી

‘દિવસ-રાત કશુંક નવું કરવા માટે હું વિચારતો રહું છું. સપનાં જોઉ છું અને તેને સાચાં પાડવા માટે મહેનત કરતો રહું છું. મને નવી વસ્તુને સિસ્ટમમાં મૂકવાનો આનંદ આવે છે.’


૯૦માં નર્મદા ડેમની સાઈટ પર અંબુજા સિમેન્ટ કંપનીનો એક જુનિયર ટેક્નિકલ ઓફિસર કામ કરતો હતો. આજે એ યુવાન ૪૪ વર્ષનો છે અને દેશના ટોચના શેર બ્રોકિંગ હાઉસનો માલિક છે. કેતન મારવાડીની મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિમિટેડની દેશનાં ટોપ ફાઈવ બ્રોકિંગ હાઉસિસમાં ગણના થાય છે.


માત્ર બે દાયકામાં કેતન મારવાડીની આ હરણફાળ આકસ્મિક નથી. તેની પાછળ ભવિષ્યને માપવાની તેની દ્રષ્ટિ, નવી તકને અગાઉથી ઓળખી લેવાની આવડત, બુદ્ધિપૂર્વકની મહેનત, કામ પ્રત્યેની નિષ્ઠા, ગ્રાહક પ્રત્યેની જવાબદારી, દરેક કામ માટેની સિસ્ટમ અને તેના પરફેક્ટ મેનેજમેન્ટની મહત્વની ભૂમિકા છે. સિવિલ એન્જિનિયર કેતન મારવાડીએ મેનેજમેન્ટનું ઔપચારિક શિક્ષણ લીધું નથી, પણ હવે તેઓ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ પણ ધરાવે છે.


અને પોર્ટફોલિયો મેનેજમેન્ટથી માંડીને મેન મેનેજમેન્ટ સુધીના વિષયોમાં નિષ્ણાત તરીકે તેમની ગણના થાય છે.
જામનગરમાં મિલિટરી એન્જિનિયર સર્વિસમાં નોકરી કરતા કિસનભાઈ મારવાડીના આ પુત્રની સફળતાની યાત્રા મેનેજમેન્ટની દ્રષ્ટિએ તપાસીએ ત્યારે રહસ્ય ખૂલે છે કે મેનેજમેન્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતોનો તેઓ જાણે-અજાણે સબળ ઉપયોગ તો કરે જ છે, તેમણે પોતાનાં મેનેજમેન્ટ ફંડા પણ વિકસાવ્યાં છે.


તેનો ઉપયોગ તેઓ માત્ર શેરબજારમાં જ નહીં, પોતાનાં એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશનમાં પણ સુપેરે કરે છે.‘મારવાડી’ અટકને કારણે મોટાભાગના લોકો કેતનભાઈને રાજસ્થાની માની લે છે, પણ તેઓ મોઢ વણિક છે અને ચુસ્ત વૈષ્ણવ પરિવારમાંથી આવે છે. રજવાડાંના વખતમાં રાજ્યના કામ સબબ કેતનભાઈના વડવાઓએ મારવાડ જવાનું થતું હશે એટલે મારવાડી છાપ પડી ગઈ અને પછી તે અટક બની ગઈ. કેતનભાઈ કહે છે, ‘મને તો મારવાડી સરનેમનો બેવડો લાભ છે. ગુજરાતી પણ ગણાઉ અને મારવાડી પણ ગણાઉં!’


તેમના પિતા નોકરીની સાથે શેરમાં થોડું રોકાણ કરતા અને સાથે કન્સ્ટ્રકશનનું પણ થોડું કામ કરી લેતાં. ત્રણેય પુત્રોને તેમણે જામનગરની સારી શાળાઓમાં ભણાવ્યા. ભણવામાં કેતનભાઈ ટોપર તો નહીં, પણ સારા માકર્સ જરૂર મેળવે. પિતાજી કન્સ્ટ્રકશન બિઝનેસ કરતા હોવાથી તેમણે કેતનભાઈને સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે બેંગ્લોર મોકલ્યા.


એન્જિનિયર બન્યા પછી તરત કેતનભાઈ અંબુજા સિમેન્ટ કંપનીમાં જુનિયર ટેકનિકલ ઓફિસર તરીકે જોડાયા. નર્મદા ડેમ પર કંપનીના સિમેન્ટની ગુણવત્તા પર નજર રાખવાનું કામ તેમને સોંપવામાં આવ્યું. તે સમયે અંબુજાના એમડી તરીકે મિસ્ટર સકસેરિયા હતા. તેમણે કેતનભાઈનું હીર પારખ્યું અને માત્ર ૧૦ મહિનામાં સિનિયર ટેક્નિકલ ઓફિસરનું પ્રમોશન આપ્યું. કંપનીના નવા વાઈસ પ્રેસિડન્ટને રિપોર્ટ કરવાને બદલે સીધા એમડીને રિપોર્ટ કરવાની સત્તા કેતનભાઈને આપવામાં આવી.


ડેમનું બાંધકામ કરતી વખતે કેતનભાઈ ઝીરો એરર સાથે કામ કરવાનું શિખ્યા. કોઈપણ કામને ઓર્ગેનાઈઝ્ડ રીતે કરવાનું તો એન્જિનિયરિંગના અભ્યાસ વખતે જ તેમના સ્વભાવમાં વણાઈ ગયું હતું. દરેક કામ માટે નિયત પેટર્ન બનાવવી, તેને લાગુ કરવા માટેની સિસ્ટમ બનાવવી અને તેના દ્વારા ઈચ્છિત પરિણામો મેળવવાની કુનેહ તેમનામાં કેળવાતી જતી હતી. ડેમ પરની નોકરીને તેમણે કયારેય પોતાનું અંતિમ ઘ્યેય માની નહોતી. હા, ડેમનું બાંધકામ કરતી જે.પી. એસોસિયેટ્સ કંપનીના શેરની લે-વેચ તે વખતે તેમણે નાના પાયે કરી હતી. શેરબજાર તરફનો કેતનભાઈના પ્રેમની આ પહેલી અભિવ્યક્તિ હતી.


૧૯૯૧માં નોકરી છોડીને આવી ગયા અને નાના ભાઈ દેવેન મારવાડીની સાથે મળીને રાજકોટ સ્ટોક એક્સચેન્જનું સભ્યપદ લીધું. તે વખતે શેરનું બ્રોકિંગ ટ્રેડિશનલ ઢબે થતું. દેશભરના એક્સચેન્જને સાંકળતી કોઈ વ્યવસ્થા ત્યારે નહોતી. બ્રોકિંગના ધંધામાં પડેલા લોકો પરંપરાગત પઘ્ધતિથી કામ કરતા. કેતનભાઈને આ ધંધામાં નવી તકો દેખાઈ. ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં જબરદસ્ત વિકાસ થશે એ તેમણે માપી લીધું હતું.


તે વખતે દરેક એક્સચેન્જ સ્વતંત્ર રીતે કામ કરતાં. એટલે દેશભરના બ્રોકરોની જાતમુલાકાત લઈને તેમને પોતાની સાથે ધંધો કરવા સમજાવવાનું વિકટ કાર્ય કરવાનું હતું. આ કામ માટે કેતનભાઈ દેશભરનાં મોટાં શહેરોમાં ફર્યા. ત્યાંના બ્રોકરો સાથે બ્રોકિંગનું કામ શરૂ કર્યું. તે સમયે તેમને પોતાનાં ઉરચ શિક્ષણનો લાભ મળ્યો. બ્રોકરો સાથે ડિલિંગ કરતી વખતે પ્રોફેશનલ અપ્રોચથી લાભ થયો. કેતનભાઈને ધંધાનું પાયાનું જ્ઞાન મળ્યું, જે તેમને પછીથી સતત કામમાં આવ્યું.


મેનેજમેન્ટ ફંડા


૧. તકને ઓળખતાં શીખો.
૨. જે ક્ષેત્રમાં હો તેનાથી અલગ ક્ષેત્રમાં પણ વિકાસ થઈ શકે તે ઘ્યાનમાં રાખો.
૩. ધંધાના બેઝિક્સને માત્ર જાણો નહીં, નાનું કામ પણ પોતે જાતે કરો, ધંધાની આંટીઘૂંટી તો જ જાણી શકાય.
૪. પહેલ કરવાની વૃત્તિ કેળવો. એક નાનું કદમ મોટી સફળતાની શરૂઆત બની શકે.


કેતન મારવાડી જ્યારે શેર બ્રોકિંગના ધંધામાં પ્રવેશ્યા ત્યારે પેઢીઓથી શેરનો ધંધો કરતા શેરદલાલો બજારમાં હતા. તેમની શાખ હતી, સંબંધો હતા, નાણાં હતાં, સ્પર્ધા ગળાકાપ હતી. આ સ્પર્ધામાં પ્રવેશવું અને અસ્તિત્વ ટકાવી રાખવું એ મુશ્કેલ કામ હતું. કેતનભાઈએ એવું શું કર્યું કે તેઓ સફળ થયા? કેતન મારવાડી આનો ઉત્તર આપતા કહે છે, ‘મેં જોયું કે તે વખતની પેઢીઓ પારંપરિક રીતે કામ કરતી હતી.


પ્રોફેશનલિઝમનો અભાવ હતો. નવું કરવાની ધગશ તેમનામાં નહોતી અથવા તો તેમને સરળતાથી ધંધો મળી જતો તો એટલે નવું કરવાની જરૂર નહોતી. મને અહીં તક દેખાઈ. જો પ્રોફેશનલી કામ કરવામાં આવે અને નવું કરવામાં આવે તો સફળ થઈ શકાય એ મને સમજાઈ ગયું હતું. તે સમયે કમ્પ્યુટર્સ અને ફેક્સનો ઉપયોગ બ્રોકરો કરતા નહોતા. અમે જામનગર અને રાજકોટ બન્ને શહેરની ઓફિસોમાં કમ્પ્યુટર્સ અને ફેક્સ વસાવ્યાં. દરેક કામ માટે સિસ્ટમ ડિઝાઈન કરી. ગ્રાહકોને સમયસર બિલ મળી જાય તેની સિસ્ટમ ગોઠવી.


તે વખતે ચાર-છ મહિને હિસાબો મેળવવામાં આવતા, અમે નિયમિત હિસાબો આપવાનું શરૂ કર્યું. રેકોર્ડ યોગ્ય રીતે મેન્ટેઈન થાય અને ગ્રાહકને મળે તેની વ્યવસ્થા ગોઠવી. આ બધી સિસ્ટમ મેં જાતે બનાવી. કમ્પ્યુટર્સના અમારે જોઈતા સોફ્ટવેર પણ જાતે બનાવડાવ્યા. ઈનવર્ડ રજિસ્ટર, આઉટવર્ડ રજિસ્ટર વગેરેની વ્યવસ્થા અમે શરૂઆતથી જ કરી એટલે કયાંય હિસાબી ભૂલ ન થાય. ગ્રાહકો સાથે અને અન્ય એકસચેન્જના બ્રોકર્સ સાથે પારિવારિક સંબંધો રાખ્યા.’


બજારમાં તે વખતે નામ લખ્યા વગરના ચેક કરન્સીની જેમ ચાલતા. મારવાડીની શાખ એટલી વધી કે તેના ચેક જાણે અલગ કરન્સી બની ગયા. બ્રોકર નાણાંને બદલે મારવાડીનો શેર આપે તે લેતાં અન્ય એકસચેન્જના બ્રોકર્સ પણ અચકાય નહીં તેવી શાખ બની.


૧૯૯૫માં ઓફિસનું ઈલેકટ્રોનિક સ્ટોક એકસચેન્જ આવ્યું ત્યારે કેતનભાઈને પોતાની ઓફિસનું કમ્પ્યુટરાઈઝેશન ખાસ્સું લાભદાયી બન્યું. ઉદ્યોગ-સાહસિકની દૂરંદેશીનું આ ઉત્તમ ઉદાહરણ છે. ૧૯૯૫માં નેશનલ સ્ટોક એક્સચેન્જનું કાર્ડ મારવાડીએ એક કરોડ રૂપિયામાં લીધું હતું. આજે એ જ નેશનલ સ્ટોક એકસચેન્જની એકિઝકયુટિવ કમિટીમાં કેતનભાઈ સભ્ય છે. આ સભ્યપદ બાય ઈન્વિટેશન મળે છે, ચૂંટણીથી નહીં. આ ઉપરાંત એનએસઈના એસોસિયેશન એએનએમઆઈના પણ તેઓ સભ્ય છે.


એનએસઈમાં મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ બીજા ક્રમનું સૌથી મોટું બ્રોકરેજ હાઉસ છે. ઈલેકટ્રોનિક સ્ટોક એક્સચેન્જ આવ્યા પછી મારવાડીનું ફલક જબરદસ્ત વિકસ્યું. કેતનભાઈ કહે છે, ‘અમે ઘરાક રહી ચૂકયા છીએ, સબ બ્રોકર રહી ચૂકયા છીએ અને બ્રોકર પણ રહી ચૂકયા છીએ એટલે તમામ સ્થિતિનો જાતઅનુભવ છે. અમે ખુદ પેઈન લીધું છે એટલે ઘરાક તરીકે કે સબ બ્રોકર તરીકે જે તકલીફો ભોગવી તે અમારા ગ્રાહકો અથવા સબ બ્રોકરોએ ભોગવવી ન પડે તેનો ખ્યાલ રાખીએ છીએ.


કોન્ટ્રેકટ નોટ ગ્રાહકના ઘરે પહોંચાડવાની સૌપ્રથમ શરૂઆત અમે કરી. આ ઉપરાંત, સોદો થઈ જાય એટલે ગ્રાહકને ફોન અને એસએમએસ દ્વારા જાણ કરવાની પણ વ્યવસ્થા ગોઠવી. સાંજે સોદો ફાઈનલ થાય તેની કોન્ટ્રેકટ નોટ બીજા દિવસે સવારે અમારા ગ્રાહકને મળી જ જાય. દરેક ગ્રાહકનો સંપૂર્ણ ડેટા, તેના તમામ વ્યવહારોનો રેકોર્ડ અમે મિનિટોમાં હાજર કરી દઈએ.’


મેનેજમેન્ટ ફંડા


૧. પરંપરાથી અલગ વિચારતાં શીખો. નવી પરંપરા શરૂ કરો.
૨. પ્રતિસ્પર્ધા જે નથી કરતા તે કરીને ફાયદો મેળવો.
૩. ગ્રાહકને ઉત્તમ સેવા આપવાનો આગ્રહ રાખો.
૪. આધુનિકીકરણની તૈયારી હંમેશાં રાખો, પોતાને અને ઉપકરણોને અપડેટેડ રાખો.
૫. ટેકનોલોજિકલ અપગ્રેડેશનની વ્યવસ્થા રાખો.


કેતનભાઈની વાતમાં સતત બે શબ્દો રિપિટ થયા કરે છે- સિસ્ટમ અને ડોમેઈન-નોલેજ. આજે મારવાડીની બ્રોકિંગ માટેનાં વિવિધ કાર્યોની સિસ્ટમ્સ જોવા માટે મોટી મોટી કંપનીઓ આવે છે. દરેક કામ અહીં સિસ્ટમ કરે છે, માણસ નહીં. કેતનભાઈ કહે છે, ‘માણસ ભૂલ કરી શકે, સિસ્ટમ નહીં.’ જો કે સિસ્ટમની ભૂલનું એક હળવું ઉદાહરણ પણ તેઓ આપે છે. દરેક ગ્રાહકને સોદાની જાણ કરતા એસએમએસની સિસ્ટમના મશીનમાં કંઈક ખરાબી થઈ અને, રાત્રે પોણા બે વાગ્યે એસએમએસ શૂટ થવા માંડ્યા.


બીજા દિવસે તે સિસ્ટમમાં કેતનભાઈએ બે સુધારા કરાવ્યા: રાત્રે આઠ વાગ્યે એસએમએસ કરવાનું મશીન બંધ જ થઈ જાય તેમજ પહેલો અને છેલ્લો મેસેજ કેતનભાઈને જ મળે. આજેય કોઈ ગ્રાહક અડધી રાત્રે પણ કેતન મારવાડીને ફોન કરે તો તેની ફરિયાદ તેઓ સાંભળે છે અને તેના અનુસંધાને પગલાં પણ લે છે. ફીડબેકને તેઓ સૌથી વધુ મહત્વ આપે છે. સાચો ફીડબેક મળે તો જ ખામીઓ સુધારી શકાય. એટલે, ફીડબેક માટેની અલગ સિસ્ટમ પણ છે.


મારવાડીના તમામ કર્મચારીઓ સિસ્ટમ ડ્રીવન છે. કર્મચારીને સિસ્ટમ તેનું પેન્ડિંગ કામ યાદ કરાવતી રહે અને જો કોઈ કર્મચારી પોતાનું કામ પૂરું કર્યા વગર ઓફિસ છોડે તો તેના વટિર્કલ હેડને સિસ્ટમ તેની જાણ કરે. કેતનભાઈ કહે છે, ‘મિકેનિકલ કામ માણસ પાસેથી નહીં લેવાનું, મશીન પાસેથી લેવાનું. માણસ પાસેથી ક્રિયેટિવ કામ લેવાનું.’
સિસ્ટમ એટલી નક્કર કે કેતનભાઈ કે તેમનાં પત્ની સવિતાબહેનને પણ કોન્ટ્રાકટ નોટ ઘરે કુરિયરમાં જ મળે અને જો સવિતાબહેન બહારગામ હોય અને સહી ન કરે તો તેના શેરનું પણ ઓકશન થઈ જાય!


એટલે જ, દેશની સૌથી મોટી ડીપી (ડિપોઝિટરી પાટિર્શિપન્ટ) હોવા છતાં થોડાં વર્ષો પહેલાં થયેલાં કરોડોના ડીપી સ્કેમમાં મારવાડીને એકપણ નોટિસ નથી મળી. તેમણે એવી સિસ્ટમ ગોઠવી છે કે તે ડુપ્લિકેટ આઈડી ખોલવા જ ન દે. અગાઉ સ્ટોર થયેલું નામ અને સરનામું ફરીથી એન્ટર થાય એટલે સિસ્ટમ તરત જ એલર્ટ કરે. મારવાડીના ૮૦ ટકા સોફ્ટવેર ઈનહાઉસ છે. દર બે કલાકે તેનાં કમ્પ્યુટર્સ બેન્ક એકાઉન્ટ્સ સાથે પોતાના હિસાબો મેળવતાં રહે છે.


મેનેજમેન્ટ ફંડા


૧. દરેક કામ માટેની સિસ્ટમ બનાવો.
૨. મિકેનિકલ કામ માટે ઓટોમેશનનો આગ્રહ રાખો.
૩. ફીડબેક માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવો.


શેરબજારના ધંધામાં તેજી-મંદી નિરંતર આવતી રહે છે. મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સને મંદી નથી નડી? કેતનભાઈ ઉત્તર આપે છે, ‘તેજી-મંદી અમારા ધંધાનો એક ભાગ છે. યોગ્ય આયોજન હોય, પરિસ્થિતિને અગાઉથી પામી લેવાની આવડત હોય અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ઘટનાઓની બજાર પર કેવી અસર પડશે તેનું એનાલિસિસ કરવાની ક્ષમતા હોય તો મંદી પણ ફાયદાકારક નીવડી શકે. લોકો તેજી વખતે નવી ઓફિસો ખોલતા હોય છે, અમે દરેક ઓફિસ મંદીમાં ખોલી છે.


તેજીમાં ભાવ વધુ હોય એટલે ખર્ચ બમણો થાય. વળી, પ્લાનિંગ કરવાનો પૂરતો સમય ન મળે એટલે ઓફિસ કેવડી લેવી, કયાં લેવી, ભવિષ્યમાં કેટલો વિકાસ થઈ શકશે તેનો સાચો અંદાજ મળતો નથી. બજારની મંદી વખતે ગ્રાહકોનો કારોબાર ઓછો થાય છે, પણ તેનાથી બહુ મોટું નુકસાન અમને ગયું નથી. ધંધાનું વિસ્તરણ કરતી વખતે અમે ગણતરીપૂર્વક નિર્ણયો લીધા છે.’


નિર્ણય ઝડપથી લેવા જોઈએ કે બહુ વિચારીને? ‘કયો નિર્ણય લેવાનો છે તેના પર તેની ઝડપનો આધાર રહેલો હોય છે,’ કેતનભાઈ કહે છે, ‘શેરબજાર અત્યંત પ્રવાહી બજાર છે. દર મિનિટે પરિસ્થિતિ પલટાતી રહેતી હોય છે એટલે અમુક નિર્ણયો ત્વરિત લેવા પડે છે. જ્યારે રેગ્યુલેટરને જવાબ આપવાનો હોય કે લાંબા ગાળાનું આયોજન કરવાનું હોય ત્યારે વિચારીને, તમામ પાસાંનું એનાલિસિસ કરીને, જોખમ તથા ફાયદાનું આકલન કરીને નિર્ણયો લેવાય તે આવશ્યક છે.


અમારી કંપનીમાં ડિસિઝન-મેકિંગ ડિસેન્ટ્રલાઈઝ્ડ છે. દરેક વટિર્કલ હેડને પોતાના વટિર્કલના નિર્ણયો લેવાની સત્તા છે. મોટા નિર્ણયો માટે કોર કમિટીઓ બનાવવામાં આવે છે. નીતિવિષયક અથવા ક્રિટિકલ નિર્ણયો કંપનીનું મેનેજમેન્ટ લે છે. અમે શુષ્ક પ્રોફેશનલિઝમમાં માનતા નથી. પ્રોફેશનલ અને પારંપરિક પેઢીના મિશ્રણ જેવી વ્યવસ્થા અમે રાખી છે. વર્ક-ટુ-રૂલ જેવી જડ વ્યવસ્થા અહીં નથી. ફલેકિસબિલિટી રાખીને પર્સનલાઈઝ્ડ ટચ સાથે કામ કરીએ છીએ. એટલે નિર્ણયો ઝડપથી પણ લેવાય છે અને તેમાં જડતા પણ નથી આવતી.


કર્મચારીઓએ શું કરવું અને શું ન કરવું તેનાં મેન્યુઅલ્સ છે. કર્મચારીને નિયમિત ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમને પ્રોત્સાહન મળતું રહે તે માટેની વ્યવસ્થા ગોઠવી છે. બ્રોકિંગના ધંધામાં કર્મચારીએ સતત અપડેટ રહેવું પડે છે. નિયમો અને કાયદા બહુ ઝડપથી બદલાતા હોય છે, સેબી જેવી રેગ્યુલેટરી ઓથોરિટીના નિર્ણયો અને કેસના ચુકાદાથી કર્મચારીઓને વાકેફ રાખવાની વ્યવસ્થા પણ છે. કર્મચારીઓ પોતાનું કામ સમજીને નોકરી કરે તે માટેનું વાતાવરણ પૂરું પાડવાનો અમારો પ્રયત્ન રહે છે.’


મેનેજમેન્ટ ફંડા


૧. વૈશ્વિક ઘટનાઓની તમારા ધંધા પરની અસરનું આકલન કરતા રહો.
૨. તેજીમાં જ તક હોય છે, મંદીમાં નથી હોતી એવું જડપણે માનવાને બદલે મંદીમાં પણ તક શોધો.
૩. ડિસિઝન-મેકિંગમાં એક જ ફોમ્ર્યુલા ન અપનાવો, પરિસ્થિતિ મુજબ ઝડપથી કે વિચારીને નિર્ણયો લો.
૪. નિર્ણયો લેવાની સત્તાનું ડિસેન્ટ્રલાઈઝેશન કરો.
૫. કર્મચારીઓને અપડેટ રાખવા માટેની વ્યવસ્થા ગોઠવો.


મુંબઈની કોઈ કોર્પોરેટ હાઉસની ઓફિસને ટક્કર માટે તેવી મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સની દસ માળની અત્યાધુનિક ઓફિસમાં રવિવારે પણ કેટલાક કર્મચારીઓને કામ કરતા જોઈ શકાય. ટ્રેડિંગના કામ સિવાયનું કામ કર્મચારી પોતાની અનુકૂળતા મુજબ કરી શકે એવી પણ વ્યવસ્થા છે.


માત્ર તેણે નિયત સમયમર્યાદામાં એ પૂરું કરવું પડે. અહીં માર્કેટિંગના કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવતાં નથી. આ બાબતે કેતનભાઈની ફિલોસોફી અલગ છે. તેઓ કહે છે, ‘ટાર્ગેટ આપીને કર્મચારી પાસેથી મહત્તમ કામ કઢાવવાને બદલે તેમને મહત્તમ કામ કરવાનું વાતાવરણ તથા પ્રોત્સાહન આપીને કામ કરાવી શકાય. ટાર્ગેટ આપ્યા પછી કર્મચારી તેનાથી આગળ વિચારી શકતો નથી.


જ્યારે, ટાર્ગેટ ન હોય તે તેનાથી પણ વધુ સારું કામ થઈ શકે. ટાર્ગેટ કરતાં વધુ એચિવ કરવાની આ અમારી ફોમ્ર્યુલા છે. અહીં કર્મચારી ભૂલ કરે તો કયારેક લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય. છતાં, ભૂલ કરનારને હાંકી કાઢવાને બદલે તેને તાલીમ આપીને વધુ સજજ બનાવવામાં આવે છે. કર્મચારીને આદર મળે અને પરસ્પર પારદર્શિતા રહે તે માટેની વ્યવસ્થા અમે ગોઠવી છે.’


મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સમાં એર્ટિઝન રેટ ઝીરો છે. અર્થાત્ કર્મચારીઓ કંપની છોડીને જાય તેવું બનતું નથી. ઈનોવેટિવ આઈડિયા માટેની સ્પર્ધા રાખવામાં આવે છે અને મૌલિક કે નવતર કામ કરનાર કર્મચારીને પ્રોત્સાન આપવાની વ્યવસ્થા છે.


મેનેજમેન્ટ ફંડા


૧. માર્કેટિંગ માટે ટાર્ગેટ ઉપરાંતની વ્યવસ્થા પણ વિચારી શકાય.
૨. કર્મચારીઓને નવું કામ કરવાની તક આપો.
૩. પરસ્પર પારદર્શિતા રહે તે માટેની વ્યવસ્થા ગોઠવો.


મારવાડીના ૯૫ ટકા કર્મચારીઓ યુવાન છે. યુવા પેઢી તરફ કેતનભાઈની અપેક્ષા પણ ઘણી છે. તેઓ કહે છે, ‘દેશની ૬૫ ટકા વસ્તી યુવાન છે. તેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફાસ્ટ મૂવિંગ બની છે. તે તેજતરાર છે અને ભણવામાં વધુ તેજસ્વી છે. આ પેઢીને જો યોગ્ય માર્ગદર્શન આપવામાં ન આવે તો તે વિઘ્વંસક પણ બની શકે. એટલે જ, અમે મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશન બનાવ્યું છે. ૧૭.૫ એકરમાં પથરાયેલાં આ કેમ્પસમાં એમબીએ, એમસીએ અને પીજીડીબીએમનું શિક્ષણ આપવામાં આવે છે.’


ઈન્સ્ટિટ્યૂટ હજુ શરૂ જ થઈ છે. આગામી પાંચ વર્ષમાં યુનિવર્સિટીનું સ્ટેટસ મેળવવાનું કેતનભાઈનું ઘ્યેય છે. વિધાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તેના પર અહીં ઘ્યાન આપવામાં આવે છે. આઈઆઈએમની તરાહ પર શિક્ષણ આપવા માટે સજજ ફેકલ્ટીઝ છે અને વિશ્વના શ્રેષ્ઠ નિષ્ણાતોનો લાભ વિધાર્થીઓને મળે તે માટે વીડિયો કોન્ફરન્સથી શિક્ષણ આપવાની વ્યવસ્થા છે.


વિધાર્થીઓની હાજરી પૂરવા માટે એટેન્ડન્સ રજિસ્ટરની જગ્યાએ અહીં ક્વિઝની વ્યવસ્થા છે. આગળના દિવસે જે ભણ્યા હોય તે અંગેના પ્રશ્નો તેમાં હોય. દરેક વિધાર્થીએ હાજરી પૂરવાની જગ્યાએ ક્વિઝમાં જવાબ લખવા પડે. આ વ્યવસ્થાનો ફાયદો એ છે કે આગળના દિવસનું શિક્ષણ તાજું થાય. આ ઉપરાંત દરેક કલાસની વીડિયોગ્રાફીનો નવતર આઈડિયા પણ અમલમાં મુકાઈ રહ્યો છે, જેથી કોઈએ કલાસ મિસ કર્યોહોય અથવા ભણાવતી વખતે કશું ન સમજાયું હોય તો વીડિયો જોઈને તેને સમજી શકે.


અમે એજ્યુકેશનને મિશન તરીકે જોઈએ છીએ, ધંધા તરીકે નહીં. કેતનભાઈ પોતે નિયમિત રીતે ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લે છે અને કયારેક લેકચર પણ આપે છે. તેમનો પુત્ર જીત બેંગ્લોરમાં ભણે છે. કેતનભાઈ જ્યારે બેંગ્લોરમાં ભણતા હતા ત્યારે તેમને સવિતાબહેન સાથે પ્રેમ થયો અને ૧૯૯૨માં બન્નેએ લવમેરેજ કર્યા. કેતનભાઈ કહે છે, ‘મારી સફળતામાં મારા પરિવારનો મોટો ફાળો છે.


મારી પત્ની તથા બન્ને ભાઈઓ દેવેન અને સંદીપનું યોગદાન બિઝનેસમાં મળતું રહે છે. બિઝનેસમાં ટોપ પર પહોંચવું અને વલ્ર્ડ કલાસ સર્વિસ આપવી એ અમારું વિઝન છે. આ વિઝનને મૂર્તિમંત કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. દિવસ-રાત કશુંક નવું કરવા માટે હું વિચારતો રહું છું. સપનાં જોઉ છું અને તેને સાચાં પાડવા માટે મહેનત કરતો રહું છું. મને નવી વસ્તુને સિસ્ટમમાં મૂકવાનો આનંદ આવે છે. એન્જિનિયરિંગનાં બેકગ્રાઉન્ડે મને ઓર્ગેનાઈઝ્ડ અને એનાલિટિકલ બનાવ્યો છે. કોઈપણ ચીજને ગ્રાફિક્સ મોડમાં મૂકવાની ક્ષમતા ડેવલપ થઈ છે તેનો હું ઉપયોગ કરું છું અને કરતો રહીશ.’


પરફેકશનના આગ્રહી કેતનભાઈએ મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સના દસ માળના મકાનની ડિઝાઈનનું અડધોઅડધ કામ જાતે કર્યું છે. તેનો સિવિલ એન્જિનિયરનો આત્મા આ ઓફિસની બાંધણીમાં અને તેના ઈન્ટિરિયરમાં બરાબર ખીલ્યો છે.


મેનેજમેન્ટ ફંડા


૧. ધંધામાં ડાયવર્સિફિકેશનની પણ જગ્યા રાખો.
૨. કંપનીના યુવાન કર્મચારીઓના માઈન્ડ સેટને સમજો.
૩. શૈક્ષણિક સંસ્થા સ્થાપો તો પણ ગુણવત્તામાં બાંધછોડ ન જ કરો.
૪. નવતર પ્રયોગો કરતા રહો.
૫. કંપનીનું વિઝન સ્પષ્ટ રાખો અને તેને સિદ્ધ કરવાનું આયોજન કરો.
૬. સપનાં જોવાં પૂરતાં નથી, તેને સાચાં પાડવા માટે મહેનત કરો.


આજે પણ કેતન મારવાડી રાત્રે એક વાગ્યા સુધી કામ કરે છે અને, સવારે વહેલા ઊઠીને ઓફિસમાં ગોઠવાઈ જાય છે. નિવૃત્તિ પછી શું કરશો એવા પ્રશ્નના ઉત્તરમાં તેઓ કહે છે, ‘હું કયારેય નિવૃત્ત થવાનો નથી, પ્રવૃત્ત જ રહેવાનો છું. મને કામ કરવામાં આનંદ આવે છે. નિવૃત્તિનો વિચાર એ માણસ કરે જેને પોતાનાં કામ સિવાય બીજું કશું કરવાની ઈરછા હોય અને તેમાં મજા આવતી હોય. મને ફિલ્મો જોવામાં કે ફરવામાં જેટલો આનંદ આવે તેના કરતાં ઘણો વધુ આનંદ મારાં કામમાં આવે છે.’


પોતાના કામ પ્રત્યે આટલો લગાવ, તેના પ્રત્યેની આટલી નિષ્ઠા, સતત નવું કરવાનું જોમ અને ધીરજ જ આટલી સફળતા અપાવી શકે. કેતનભાઈ શેરબજારમાં સફળતાનો પર્યાય છે, આગામી દિવસોમાં કદાચ, શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતાનું બીજું નામ હશે.


મેનેજમેન્ટ ફંડા


૧. જે કામમાં આનંદ આવે તે જ ક્ષેત્ર પસંદ કરો.
૨. તમારાં ઘ્યેયને ધીરજપૂર્વક વળગી રહો.
(તસવીરો: અનિરૂદ્ધ નકુમ)


આજે મારવાડીની બ્રોકિંગ માટેનાં વિવિધ કાર્યોની સિસ્ટમ્સ જોવા માટે મોટી મોટી કંપનીઓ આવે છે. દરેક કામ અહીં સિસ્ટમ કરે છે, માણસ નહીં. કેતનભાઈ કહે છે, ‘માણસ ભૂલ કરી શકે, સિસ્ટમ નહીં.’

Wednesday, April 28, 2010

જીવનનો બોધપાઠ

Bakul Bakshi
લેસલી ગાર્નર લંડનના દૈનિક ડેઇલી ટેલિગ્રાફમાં વાચકોની સમસ્યાઓને લગતા પ્રશ્નોના જવાબ આપતી એક લોકપ્રિય કોલમ લખતી હતી. અનેક વાચકોને સલાહ આપ્યા બાદ એને લાગ્યું કે આ પ્રશ્નો દ્વારા રજૂ કરાયેલી સમસ્યાઓમાં આજના જીવનની ઘણીખરી મુશ્કેલીઓનો સમાવેશ થઇ જાય છે.


કોલમના આ સવાલ જવાબના આધાર પર એણે સંતુલિત જીવન વિશે પોતાના વિચારો દર્શાવતું એક પુસ્તક ‘લાઇફ લેસન્સ’ લખ્યું છે. આ પુસ્તકમાં ચર્ચિત અમુક સમસ્યાઓ અને તેમના નિરાકરણ વિશે લેખિકાના વિચારો જોઇએ.


બધું જ ભૌતિક સુખ હોવા છતાંય ઘણીવાર એ પ્રશ્ન થતો હોય છે કે મારા અસ્તિત્વનું ખરેખર શું પ્રયોજન છે. આવી ભાવના ત્યારે થતી હોય છે જ્યારે આપણી નજીકના લોકો દ્વારા અવગણના થવા લાગે. જીવનમાં આઘ્યાત્મિક દ્રષ્ટિનો અભાવ હોય ત્યારે કેવળ ભૌતિક સુખથી સંતોષ નથી મળતો. આ આઘ્યાત્મિક દ્રષ્ટિ ધાર્મિક જ હોય તે જરૂરી નથી.


પોતાને જે મળ્યું છે તે માટે આભાર માનવાની વૃત્તિ કેળવો તથા બીજાઓને એમની વર્તણૂક માટે માફ કરવાની શકિત મેળવો. પરિવર્તનો નાટયાત્મક જ હોય તે જરૂરી નથી. એક નાના પગલા રૂપે કોઇ પણ ઉમરે પોતાનો સ્વભાવ બદલી શકાય છે. દરેક વાતમાં આપણે સાચા છીએ તે દુરાગ્રહ છોડો.


જીવનમાં સુધારો લાવવા માટે સૌથી મોટું અડચણ પોતાનું મન છે. મનને મનાવી વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં શીખો. કોઇ બાળકથી ભૂલ થઇ જાય તો આપણે માફી આપી દઇએ છીએ તો મોટાઓ સાથે આવો વ્યવહાર કરતાં શા માટે ખચકાઇએ છીએ. બદલો લેવાની ભાવના છોડશો તો સંતોષની લાગણી થશે. ઘ્યાન (મેડિટેશન) ખોટા વિચારોને દૂર કરી વર્તણૂક બદલી શકે છે, તમને ગમતી પ્રવૃત્તિ કરવાથી નવી ઊર્જાનો સંચાર થશે. તેમાં એટલા વ્યસ્ત થઇ જાઓ કે ખોટી ચિંતાઓ માટે સમય જ ન રહે.


પોતાના મનની આબોહવાની આગાહી કરતાં શીખો. તોફાનના અણસાર જણાતાની સાથે જ એને દબાવવાના પગલાં લેવા માંડો. સમસ્યા અને તેના વિકલ્પોને કાગળ પર લખવાથી એક નવી દ્રષ્ટિ અને શકિત મળશે. જેમ દુ:ખ પસાર થઇ જાય છે તેમ સુખ પણ કાયમી નથી હોતું એ સત્યને સ્વીકારી લો.


જીવન એક એવી પરીક્ષા છે જ્યાં એક ભૂલથી નિષ્ફળ નથી થવાતું પણ એમાંથી બોધ લઇ આગળ વધવાનું હોય છે. આળસ એક એવો શત્રુ છે જેની શકિતની ક્યારેય અવગણના ન કરો. એ તમને નિષ્ક્રિય કરી તમારા હેતુથી દૂર લઇ જશે. વાચકોના પ્રશ્નો પર આધારિત જીવનની સમસ્યાઓ તથા તેમના ઉકેલનો અહીં વાસ્તવિક ચિતાર અપાયો છે.‘